કલેકટર શ્રીની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત અમલીકરણ અધિકારીઓએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા

*કલેકટર શ્રીની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત અમલીકરણ અધિકારીઓએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા*

સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવીચારણની ઉપસ્થિતિમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત અમલીકરણ અધિકારીઓએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા.
પૂજ્ય ગાંધીબાપુના સ્વચ્છ ભારતના સ્વપ્ન ને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૦૧૪ થી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી હતી. જેના ૧૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારને સ્વચ્છ કરવાના સંકલ્પ સાથે સરકારી કચેરીઓમાં પણ સ્વચ્છતા જળવાય તે ખૂબ જરૂરી હોય સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં તમામ અમલીકરણ અધિકારીઓએ સ્વચ્છતાના શપથ લઈ સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારો માં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બને તેટલો ટાળવા માટેના શપથ લીધા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ




