SABARKANTHA

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના પ્રજાજનોના ચોરાયેલ/ગુમ થયેલ મોબાઇલ/મુદ્દામાલ અરજદારોને પરત સોપવા આયોજન

સાબરકાંઠા જીલ્લામાં પ્રજાજનોના ચોરાયેલ/ગુમ થયેલ મોબાઇલ/મુદ્દામાલ અરજદારોને પરત સોપવા “ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” યોજી કુલ-૬૮ મોબાઇલ તથા અન્ય ચોરીઓનો મુદ્દામાલ વિગેરે મળી કુલ કિં.રૂ.૩૧,૬૭,૧૮૭/- નો મુદ્દામાલ અરજદારશ્રીઓને પરત કરેલ

 

ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રજાલક્ષી વિવિધ કાર્યક્રમો પૈકી “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓએ આજરોજ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના પ્રજાજનોના ચોરાયેલ/ગુમ થયેલ મોબાઇલ/મુદ્દામાલ અરજદારોને પરત સોપવા આયોજન કરેલ જે અન્વયે અરજદારોના ચોરાયેલ /ગુમ થયેલ મોબાઇલ/મુદ્દામાલ અન્વયે જીલ્લાની એલ.સી.બી. તથા જીલ્લાની પોલીસે તપાસ કરી શોધી કાઢેલ જે કુલ-૬૮ મોબાઇલ કિ.રૂ.૧૩,૨૦,૬૮૭, મો.સા.-ર કિ.રૂ.પર,૫૦૦/- ફોરવીલ-૩ કિ.રૂ.૧૪,૨૫,૦૦૦/- સોના ચાંદીના દાગીના કિ.રૂ.૨૫,૦૦૦/-, રિક્ષા-ર, કિ.રૂ.૩,૦૦,000/-, લેપટોપ -૧ કિ.રૂ.૧૦,૫૦૦/- રોકડ રૂ.૩૩,૫૦૦/- વિગેરે મળી કુલ કિ.રૂ.૩૧,૬૭,૧૮૭/- નો મુદ્દામાલ “ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત અરજદારશ્રીઓને પરત કરવામાં આવેલ છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!