BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરના પીરામણ ગામ નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.


સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃત્યુ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાન ગુજરાત હાઉસિંગ બોર્ડના સુરતી ભાગોળ નજીક રહેતો 28 વર્ષીય મતીન મુલ્લા હોવાનું બહાર આવ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. યુવાનનું કારમાં કેવી રીતે મોત નિપજ્યું તે એક પ્રશ્ન છે. યુવાનની હત્યા કરવામાં આવી છે કે પછી અન્ય કોઈ કારણથી તેનું મોત નિપજ્યું છે એ સહિતની બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Back to top button
error: Content is protected !!