GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર રાવતવાસ ના યુવકના મોત ને મામલે સાત માંથી પાંચને પોલીસે ઝડપી પાડયા

વિજાપુર રાવતવાસ ના યુવકના મોત ને મામલે સાત માંથી પાંચને પોલીસે ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રાવત વાસ મા ઉતરાયણ પર્વ મા થયેલ ઝગડા મા રાવત વાસ ના યુવકનુ અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેના મામલે પોલીસ મથકે સાત ઈસમો સામે ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે તે સમયે આરોપી ની કોઈ ધરપકડ ની કાર્યવાહી નહી કરતા રાવત સેનમા સમાજ ના લોકો રોષ ઊભો થયો હતો. જેને પગલે પોલીસ સક્રિય થઈ ફરતા સાત આરોપી ઓને પકડવા પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ જેમાં પોલીસે જુદાજુદા સ્થળો ઉપર છુપાયેલ પાંચ આરોપીઓ ને શોધી ઝડપી પાડવા મા આવ્યા હતા જેમાં અશોક બળદેવ ભાઈ રાવળ તેમજ પ્રકાશ કિરણ રાવળ તેમજ પૂનમ વિઠ્ઠલ ભાઈ રાવળ તેમજ વિશાલ રાવળ તેમજ આકાશ કિરણ ભાઈ રાવળ સહિત પોલીસે પાંચ ને ઝડપી પાડી કાયદેસરની જાપ્તા હેઠળ મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સાત પૈકી ના બે આરોપીઓ ચેતન અમૃત ભાઇ રાવળ અને વિજય વિઠ્ઠલ ભાઈ રાવળ ને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!