કળિયુગની આ દુનિયામાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે અમુક લોકો પોતાની ફરજ પર સેવા કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે…

અહેવાલ:- પ્રતિક ભોઈ
” માનવી તારા માનવતાની મહેક પ્રસરાવી તો જો
સેવાના કાર્ય થકી અલગ ઓળખ બનાવી જો ”
કળિયુગની આ દુનિયામાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે અમુક લોકો પોતાની ફરજ પર સેવા કાર્ય કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે……………. તેવા એક આદર્શ ડોક્ટર જતીનભાઈ રમણભાઈ પટેલની સેવાની વાત કરીએ.
ડોક્ટર જતીનભાઈ તલોદ તાલુકાના પુંસરી ગામના વતની છે. અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદમાં ડોક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તેઓ 2010 થી સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદમાં તબીબ તરીકે જોડાયા હતા.
માતા પિતા તરફથી મળેલા સેવાના ગુણોને પોતાના ફરજ પર ઉત્તમ કામગીરી કરી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની આખી કાયાપલટ કરી નાખી. આજે તેમને એક મસીહાના નામે ઓળખવામાં આવે છે.
કોરોના કાળમાં સતત હોસ્પિટલમાં રહી દર્દીઓની સેવા કરી પોતાની શ્રેષ્ઠ ફરજ નિભાવી હતી.
સતત દર્દીઓની ચિંતા અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે.તેમને આજ દિન સુધી 3000 પ્રસુતિઓ પણ કરાવી અને 24 કલાક આસપાસમાં જરૂરિયાત મંદોને એક ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડી .જેની નોંધ સરકાર શ્રી એ પણ લીધી અને તેમને સન્માન પ્રાપ્ત થયું.
દરેક દર્દીઓના દુઃખને દૂર કરી પોતાની ઉત્તમ આવડત અને ફરજ પરની સારી કામગીરી કરી અને ત્યાંના લોકોના હૃદયમાં એક શ્રેષ્ઠ ડોક્ટરનું સ્થાન પામ્યા. આજે તેમનું આરોગ્ય કેન્દ્ર સિવિલ તલોદ તરીકે ઓળખાય છે તે તેમના કાર્યની ઓળખ બની ગયું છે.
જો દરેક વ્યક્તિ પોતાની ફરજ ને એક ઉત્તમ સેવાના ભાવ સાથે જોડીને કાર્ય કરે તો દરેક જગ્યાએ માનવતાની મહેક પ્રસરાવી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ ડોક્ટર જતીનભાઈએ પૂરું પાડ્યું છે. દરેક ગામડામાં જો આવા ડોક્ટર હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની કોઈને જરૂર ના પડે .અને ખર્ચાળ દવાખાનના બિલો પણ બચી જાય. આવા શ્રેષ્ઠ ડોક્ટરની કામગીરીને વંદન છે. ઈશ્વર હંમેશા તમને શ્રેષ્ઠ કામગીરી કરાવે વધુને વધુ લોકોને તમારી સેવાનો લાભ મળે. તલોદ સામૂહિક આરોગ્યની ઉત્તમ કામગીરી દરેક આરોગ્ય કેન્દ્રમાં એક પ્રેરણા રૂપ બને તેવી શુભેચ્છાઓ.





