SABARKANTHA
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગ થી ઈડર ખાતે શીવ કથા માં યોજાયો લોક ડાયરો

અહેવાલ:- પ્રતિક ભોઈ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગ થી ઈડર ખાતે શીવ કથા માં યોજાયો લોક ડાયરો
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે મૃધણેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે તારીખ ૧૬/ ડિસેમ્બર થી ૨૨ ડિસેમ્બર યોજાયેલ શિવ કથા માં તારીખ 21 ડિસેમ્બર 2024 ના રોજ
આર્ટ કલ્ચરલ એક્ટિવિટી -ટ્રસ્ટ, હિંમતનગર સંસ્થા દ્વારા લોક સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી મંગલપુરીજી મહારાજની વિશેષ ઉપસ્થિત રહી હતી તદુપરાંત સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
લોક ગાયક વિપુલ પંડ્યા ,લોક ગાયિકા અલકાબેન રાઠોડ,લોક ગાયક સાગર પંચાલ ,લોક સાહિત્યકાર જયદીપદાન, લોક ગાયિકા રીન્કુ મીર તેમજ કલાવૃંદ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી


