SABARKANTHA
*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી દેધરોટા ગામે રંગ કસુંબલ લોક ડાયરો યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી દેધરોટા ગામે રંગ કસુંબલ લોક ડાયરો યોજાયો*
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ત્રિવેણી ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટ -બામણા સંસ્થા દ્વારા તારીખ ૧૭/૧૨/ ૨૦૨૪ ના રોજ સંસ્કૃતિ સભર લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતી લોક સાહિત્યકાર જયદીપદાન ગઢવી, લોકગાયક સાગર પંચાલ, લોક ગાયિકા નિલેશાબેન દર્શક તેમજ કલાવૃંદ દ્વારા લોક સંસ્કૃતિ લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
ગામના આગેવાનો અને સમગ્ર ગ્રામજનોએ હર્ષભેર કાર્યક્રમને નિહાળ્યો હતો


