GUJARAT
સાધલી મદ્રસએ ગુલશને મદીના માં પઢતા બાળકોનો વાર્ષિક સ્ટેજ પ્રોગ્રામ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
ફૈઝ ખત્રી....શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મદ્રસએ ગુલશને મદીના ના બાળકોનો વાર્ષિક સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમ માં મદ્રસએ ગુલશને મદીના માં પઢતા બાળકો તેમજ બાળકીઓ દ્વારા સ્ટેજ ઉપર કુરાને શરીફની તિલાવત તેમજ નાતે પાક પઢી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમ માં મદ્રસએ ગુલશને મદીના સાધલી માં કુરાને શરીફ પઢતા હોય તેમજ કુરાન શરીફ ની અરબી ભાષા ની દીની તાલીમ લેતા બાળકો ને ટ્રોફી તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં પેટલાદ થી સૈયદ મોહંમદ યુસુફ બાવા.સૈયદ તાહિર અલી બાવા.ટુંડાવ થી સૈયદ ઝાકીર અલી બાવા. સામરી શ્રી સૈયદ અસગર અલી બાવા તેમજ સાધલી અને આજુબાજુ ના ગામોં માંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મદ્રેસાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રોગ્રામ માં મદ્રેસાની બાળકીઓ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા દેશ ભક્તિ ગીત ગાતાં સમગ્ર વાતાવરણ દેશ ભક્તિ મય બની ગયું હતું. વાત કરીએ તો આ સ્ટેજ ઉપર લગાવેલ ત્રણ તિરંગા ઝંડા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા કહી શકાય કે મદ્રસએ ગુલશને મદીના સાધલી કમિટી દ્વારા તિરંગા ઝંડા લગાવી ભારત દેશ પ્રત્યે પોતાની દેશ ભક્તિ વ્યક્ત કરી હતી. આ સમગ્ર પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે મૌલાના ઐયુબ કાદરી અને ખાસ કરીને સરફરાઝ રાઠોડ.જાવેદ ભાઈ વકીલ તેમજ એમની યુવા ટીમ દ્વારા સખત મહેનત કરી હતી.










