
ફૈઝ ખત્રી.. શિનોર
લોખંડી પુરુષ અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદ થી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે શિનોર તાલુકાના સાધલી ખાતે યુનિટી માર્ચ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સરદાર વલ્લભ ભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ તારીખ.2.12.2025 ના રોજ સાધલી ખાતે આવી હતી.
જેમાં કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહજી.મંત્રી કુંવરજી બાવળીયા.કૌશિક ભેખડિયા .પંજાબ ના રાજ્ય પાલ શ્રી ગુલાબ ચંદ કટારિયા. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી શોભા કરંદલાજે. ઉત્તરાખંડ દેવભૂમિ ના મુખ્ય મંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી.કરજણ ધારાસભ અક્ષય ભાઈ પટેલ. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક ભાઈ પ્રજાપતિ.શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અને યુનિટી માર્ચ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.




