
ફૈઝ ખત્રી…શિનોર
સાધલી નગરના નાના ભૂલકાઓ પણ પવિત્ર રમઝાન મહિનાના રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે ત્યારે
સાધલી ના એકતા નગર વિસ્તારમાં રહેતી માત્ર 6 વર્ષની નૂર ફાતેમા અબ્દુલ સમદ કુરેશી એ રમઝાન મહિનામાં પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની બંદગી કરીને નાની ઉંમરે રોઝો રાખી ઇફ્તારી ના સમયે દેશ માં અમન.શાંતિ અને ભાઈચારા સાથે લોકો હળી મળીને રહે એવી દુઆ કરી હતી.
કહેવાય છે કે રોજદાર રોઝો ખોલતા સમયે જે પણ દુઆ માંગે છે એ 100 ટકા કબુલ થતી હોય છે.



