
તસ્વીર: પાટણવાડીયા કુંજન
કૃષ્ણ જન્મોત્સવ અને નંદોત્સવ ના દિવસે શિવજી ની ઉપાસના થી સહજાનંદ એલીગન્સ ભક્તિમય બન્યું
ચરોતર ના હૃદય સમાન સરદાર સાહેબ ની જન્મભૂમિ કરમસદ ખાતે સહજાનંદ એલીગન્સના રહીશો દ્વારા તેર યજમાન પરિવારો સાથે મુખ્ય આચાર્ય સ્નેહલભાઈ દવે અને પ્રબુદ્ધ બ્રાહ્મણવૃંદ ના શાસ્ત્રોક્ત કર્મકાંડ થી આ શ્રાવણ મહિને પ્રથમ હોમાત્મક લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવેલ હતું. આગલા દિવસે સોસાયટી પરિસર મા કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી થયેલ હતી અને નંદોત્સવ ના દિવસે યોજાયેલ હોમાત્મક લઘુરૂદ્ર દ્વારા તમામ જીવ શિવમય બન્યા હતા. જેમાં સોસાયટી ના તમામ સ્નેહલભાઈ દવે ના કર્મકાંડ હેઠળ ડૉ. પ્રતિનભાઈ ભટ્ટ (અમદાવાદ) તથા રહીશો એ મહાદેવજી ની ભક્તિ આરાધના અને મહાપ્રસાદી મા ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન ચાલેલા ભક્તિરસ થી ભરપૂર આ કાર્યક્રમ મા વરુણદેવે પણ અમી છાંટણા વરસાવેલ હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા તમામ કમિટી સભ્યો, દાતાશ્રીઓ, સ્વયંસેવક યુવા મિત્રો, વિવિધ સર્વિસ સપ્લાયર્સ ના સવિશેષ સહયોગ રહ્યો હતો જેને સોસાયટી કમિટી પ્રમુખ દ્વારા ખાસ આભાર વ્યક્ત કરીને હિંદુ સનાતન સંસ્કૃતિ જાળવવા એકતા ના સંકલ્પ પર ભાર મુકેલ.




