લાખણી તાલુકાના જડીયાલી ગામે ગેનીબેન ઠાકોરની સાકર તુલા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
લાખણી તાલુકાના જડીયાલી ગામે લોકસભાની ચૂંટણીમાં સાંસદ ગેનીબેન ઠાકોરે બહુમતી સાથે ભવ્ય જીત હાંસલ કરતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે ગામના પારસભાઈ સવસીજીએ પોતાની માનેલી માનતા પૂર્ણ કરી ગેનીબેન ઠાકોરની ગોળ સાથે તુલના કરીને અનોખી રીતે ઉજવણી કરી.
પારસભાઈ સવસીજી લાંબા સમયથી ગેનીબેન ઠાકોરની જીત માટે માનતા રાખી હતી. પરિણામ જાહેર થતાં જ તેમણે પરંપરાગત રીતે ગોળ અર્પણ કરી અને ગેનીબેનને ગોળ સમાન મીઠી અને મજબૂત નેતૃત્વ ધરાવતી નેતા તરીકે બિરદાવ્યા. તેમની આ અનોખી ભાવનાએ હાજર રહેલા સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ.
ગામમાં ફટાકડા, મીઠાઈ વહેંચણી અને નારા-બાજી સાથે ઉજવણી કરવામાં આવી. ગ્રામજનોએ જણાવ્યું કે ગેનીબેન ઠાકોરે વિકાસકાર્યો અને જનસેવાના કારણે લોકોનો વિશ્વાસ જીત્યો છે, જેના પરિણામે લોકસભાની ચૂંટણીમાં બહુમતીની જીત મેળવી.
આ પ્રસંગે સમર્થકો અને આગેવાનો દ્વારા ગેનીબેન ઠાકોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને આગામી સમયમાં પણ વિસ્તારના વિકાસ માટે તેમની પાસેથી મોટી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી.




