ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લીઃ બાયડ તાલુકામાં બુધવાર અને ગુરૂવાર બે જગ્યાએ અકસ્માતમાં ચારના મોત*

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

*અરવલ્લીઃ બાયડ તાલુકામાં બુધવાર અને ગુરૂવાર બે જગ્યાએ અકસ્માતમાં ચારના મોત*

*ઝાલોદ તાલુકાના મજુરી કામ અર્થે અમદાવાદ જવા નિકળેલા પરીવારને આંબલીયારા નજીક અકસ્માત સર્જાતાં પતી, પત્ની અને પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ*

બાયડ તાલુકામાં બાયડ-દહેગામ હાઈવે ઉપર બુધવારના સાંજના સુમારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણના ઘટના સ્થળે મોત નિપજયા હતા. આંબલીયારા પોલીસે રમેશભાઈ લુંજાભાઈ વસૈયાની ફરીયાદ અનુંસાર તા.૧૦-૯-૨૦૨૫ સાંજના સુમારે આંબલીયારા ગામની સીમમાં ખાતે આવેલ બાયડ-દહેગામ હાઈવે રોડ જીઈબી સબ સ્ટેશન નજીક યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા ઉ.૩૧, નીરૂબેન યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા, આરવ યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા ત્રણેય જણાઓ હીરો હોન્ડા કંપનીનું મોટર સાયક્લ લઈને અમદાવાદ મુકામે મજુરી કામ અર્થે જતા હતા તે સમયે આંબલીયારા ગામના સીમમાં સામેથી આવતી મારૂતી સુઝીકી કંપનીની ગ્રે કલરની બલેનો ગાડીના ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી મોટર સાયકલને ટકકર મારી મોટર સાયકલ રોડ ઉપર પટકાઈ હતી તેમજ ચાલક ને ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ તેમજ મોટર સાયકલમાં આગ લાગી હતી જેથી બાઈકને ૨૫ હજારનું નુકશાન પહોચ્યુ હતુ કાર ચાલક કાર મુકીને નાશી છુટયો હતો

*મરણ જનાર*

યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા ઉ.૩૧, પિતા નીરૂબેન યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા, ઉ.૨૩ – પત્નીઆરવ યોગેશભાઈ લુંજાભાઈ વસૈયા ઉ.૫ -પુત્ર

 

 

 

Back to top button
error: Content is protected !!