DAHODGUJARAT

મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની એક માનસિક રીતે અસ્વસ્થ ૧૪ વર્ષની દીકરીને ઘર સુધી પહોંચાડતું “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ

તા.૨૪.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની એક માનસિક રીતે અસ્વસ્થ ૧૪ વર્ષની દીકરીને ઘર સુધી પહોંચાડતું “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ

ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ છેલ્લા પાંચ વર્ષથી ૨૪ કલાક ટેકનિકલ સ્કૂલ કેમ્પસ વિશ્રામ ગૃહની સામે કાર્યરત છે જેમાં અત્યાર સુધીના રાજ્ય તેમજ અન્ય રાજ્યના કોઈ કારણોસર પરિવારથી વિખુટા પડી ગયેલ હોય કે ક્યારેક પોતાની નબળી માનસિક સ્થિતિના કારણે પરિવારથી દૂર થઈ ગયેલ હોય તેવી બહેનોને ઘર સુધી પહોંચાડવા મા “સખી”વન સ્ટોપ સેન્ટર દાહોદ સફળ રહ્યું છે આવીજ રીતે તા.૨૦.૦૬.૨૦૨૫ ના રોજ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન ધાનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.વી ઝાલા ના ધ્યાને આવતા દીકરીની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મૂકવામાં આવેલ હતા જેમાં દીકરીને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા દીકરી શારીરિક રીતે અસ્વસ્થ જણાઈ આવતા તેમને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર કરાવેલ ત્યારબાદ “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા દીકરી સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા દીકરી દ્વારા કંઈ પણ માહિતી આપવામાં આવેલ ન હતી ત્યારબાદ દીકરી સાથે વધુ કાઉન્સિલિંગ કરતા ખાલી વેરઝેર ગામનુ નામ લેતા કેન્દ્ર સંચાલક અંજલીબેન ડાંગી દ્વારા ત્યાંના સરપંચ તેમજ આગેવાનો અને પોલીસ સ્ટેશન ખાતે બહેન ના ફોટા તેમજ પ્રાથમિક માહિતી મોકલી પરિવાર શોધવાનો પ્રયત્ન કરેલ જેમાં સતત પ્રયત્નોથી તેમના પરિવાર મળી ગયેલ હોય અને આજરોજ તેઓ સખી વન સ્ટોપ સેન્ટર પર લેવા આવે છે તેઓએ દીકરી વિશે જણાવતા કહેલ છે તેમની દીકરીની માનસિક સ્થિતિ આશરે ૭ વર્ષથી અસ્વસ્થ છે જેથી તેમની દીકરી આશરે છ દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી તેઓ દ્વારા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરેલ તેમ છતાં કોઈ માહિતી ન મળતા તેઓએ પોલીસ સ્ટેશનમાં અને સોશિયલ મીડિયામાં બહેનના ફોટા આપેલ અને ફરિયાદ નોંધાવેલ પરંતુ કોઈ માહિતી ન મળેલ હતી તે દરમિયાન તેઓ નારાજગી અનુભવતા હતા તે સમયે સખી વન સ્ટોપ સેન્ટરથી ફોન આવતા તેઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક સખીવન સ્ટોપ સેન્ટર પર લેવા આવી ગયેલ છે તેઓએ સખી વન સ્ટોપ સેન્ટર નો દિલથી આભાર વ્યક્ત કરેલ છે

Back to top button
error: Content is protected !!