HIMATNAGARSABARKANTHA

રામપુર(રાયઞઢ) ગામની પ્રાથમિક શાળામાં અતુલભાઇ દીક્ષિત દ્વારા ગણવેશ અને ગામ ની બહેનોને સાડી આપવામા આવી.

અહેવાલ:-  પ્રતિક ભોઈ

રામપુર(રાયઞઢ) ગામની પ્રાથમિક શાળામાં અતુલભાઇ દીક્ષિત દ્વારા ગણવેશ અને ગામ ની બહેનોને સાડી આપવામા આવી.

હિમતનગરતાલુકાનારામપુર(રાયઞઢ) પ્રાથમિક શાળાના બાળકોનેયુનિફોર્મનું વિતરણ તેમજ ગામની મહિલાઓને સાડીનું વિતરણ સંસ્કાર ગુર્જરી અને સ્કાઉટ ગાઈડ સાબરકાંઠા અરવલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર શ્રીઅતુલભાઈ દિક્ષીત, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોની, રેન્જર કમિશનર શ્રીમતી સોનલબેન ડામોર, ઓર્ગેનાઈઝર કમિશનર શ્રીમતી અલકાબેન પટેલ, સ્કાઉટ માસ્ટર શ્રી મહોબતસિંહ સોલંકી અને બુલબુલ કેપ્ટન શ્રીમતી કલ્પનાબેન ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓના હસ્તે બાળકોને યુનિફોર્મ તથા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્યક્રમને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ઉમંગભેર આવકાર્યો હતો. ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આવા કાર્યક્રમો સતત યોજાતા રહે, જેથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સેવાભાવ અને સહકારની ભાવના વિકસિત થાય છે. રામપુર શાળાના આચાર્યશ્રીકમલેશ પટેલે એ કાર્યક્રમના સફળ આયોજન બદલ ચીફ કમિશનર શ્રી અતુલભાઇ દીક્ષિત નો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!