સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત,રાધનપુર તાલુકાના મહામંત્રીની સુપુત્રીને બ્રેઈન હેમરેજ થવાથી અવસાન થતા શોક છવાયો હતો.

રાધનપુર તાલુકાના અરજણસર ના અને સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના રાધનપુર તાલુકાના મહામંત્રી,પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના કારોબારી સભ્ય પ્રજાપતિ કાંતિભાઈ ભવાનભાઈની સુપુત્રી રીનાબેન ને બાલ્યવસ્થાથીજ વાલની બીમારીના કારણે મોટી થતા હોસ્પિટલ ખાતે રિપ્લેસમેન્ટ કરવામાં આવેલ.છેલ્લા ૨૦ વર્ષથી જીવન સાથે ઝઝૂમતી દીકરી રીનાબેનને તાજેતરમાં બ્રેઈન હેમરેજ થતા તાત્કાલિક જનતા હોસ્પિટલ પાટણ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ સારવાર લઈ રહેલી રીનાબેન નું ૧૩ મી જાન્યુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ અવસાન થતા અરજણસર ખાતે શોકની લાગણી છવાઈ હતી.સ્વ. રીનાબેનની બુધવાર ના રોજ સવારે નીકળેલ સ્મશાનયાત્રામા સગા સ્નેહીજનો,સામાજિક- રાજકીય આગેવાનો સહીત પ્રજાપતિ સમાજ જોડાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સદ્દગતનું બેસણું પોસવદ-૧૪ ને શનિવાર તા. ૧૭/૦૧/૨૦૨૬ ના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે તેમ પિતા કાંતિભાઈ એ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530