BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠા જિલ્લા બાળ પ્રતિભા શોધ હરીફાઈમાં સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાએ ભાગ લીધો

7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગની કચેરી પાલનપુર આયોજિત બાળ પ્રતિભા શોધ હરીફાઈ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં યોજાઈ,જેમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના નવ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા, ગીત-ભજન સ્પર્ધા વગેરેમાં ભાગ લીધો હતો. સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના શિક્ષકોએ આ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તૈયાર કર્યા હતા. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રી શ્રી હરિભાઈ એન સોલંકી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયાએ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને બિરદાવ્યા હતા.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



