
અરવલ્લી
અહેવાલ
અરવલ્લી : CID ની ટીમ ફરી પહોચી માલપુરમાં ,રોકાણકારોની યાદી સાથે નિવેદન લેવાની કાર્યવાહી
Bz કૌભાંડમાં એક પછી અનેક ખુલાસા સામે આવિ રહ્યાં છે કરોડો રૂપિયાનું કૌંભાંડ આચરનાર હાલ ભૂગર્ભમાં છે પરંતું સીઆઈડી ની તપાસમા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે રોકાણકારોનો કરોડો રૂપિયા હાલ અટવાયેલા છે પરંતું હવે શું..? રોકાણકારોને રૂપિયા પાછા મળશે કે નહિ એ પણ સવાલ છે. સૌથી વઘુ તપાસમા બહાર એ આવ્યું કે જેમાં શિક્ષકોએ વઘુ રોકાણ કર્યુ છે. પરંતું હજુ સુધી કોણ કેટલું અને રોકાણકારોનાં એજન્ટ કોણ એ બાબતે હાલ બહાર કંઈ આવ્યુ નથી
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર CID ક્રાઇમની ટીમ માલપુર ખાતે એકા એક આવી પોહચી હતી અને માલપુર ખાતે CID ની ટીમે ફરી તપાસ હાથ ધરી હતી
માલપુરનો માસ્ટર માઈન્ડ એજન્ટ મયુર દરજીની બાજુની દુકાનમાં તપાસ તપાસ હાથ ધરી હતી અને આ તપાસ
નાણાકીય વ્યવહાર અંગે કરવામા આવી હોય તે માહિતી સામે આવી હતી જેમાં રોકાણકારોની યાદી સાથે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે પૈકી માલપુરના ૧૫ થી વધુ રોકાણકાર વેપારીઓ પાસે નિવેદનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ફરી એકા એક CID ની ટીમ અરવલ્લી જિલ્લામાં આગમનથી ફફડાટ જોવા મળ્યો હતો હજુ પણ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે કે મોડાસામાં BZ માં રોકાણ કરવા અંગેનું નેટવર્ક ઉભુ કરનાર શિક્ષક એજન્ટ ક્યારે હાથ લાગશે અને જો એ હાથ લાગે તો મોડાસામાં થયેલા અનેક રોકાણકાર શિક્ષકોના નામો સામે આવવાની પણ અનેક ચર્ચાઓ હાલ ચાલી રહી છે બીજી બાજુ BZ ના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વિવિધ રોકાણ અંતર્ગત મિટિંગ અને કાર્યક્રમોમા પણ મોટા ભાગે શિક્ષકો હાજર રહેતાં હતાં તેવા વિડિયો પણ મીડિયામાં ચાલ્યા છે પણ કોણ છે એ માણસો તે સામે આવ્યુ નથી આ બાબતે CID ટીમ ઝીણવટ ભરી તપાસ હાથ ધરે તો મોડાસામાં માસ્ટર માઇન્ડ એજન્ટ ની પોલ ખુલ્લી પડી શકે તેમ છે પરંતું હાલ તો રોકાણકારોના લોકોના રૂપિયાનું કૌભાંડ આચારનાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે




