BHUJKUTCH

રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઇસમની ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.

૮-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર,ડી.બી.બસીયા નાઓને ગુપ્ત બાતમી મળેલ કે, નિલેષ વાલજીભાઇ બળીયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓ BSF ની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે.

સદર બાતમી હકીકત બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી એ.ટી.એસ. નાઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.બી.બસીયા તથા એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી નિલેશ બળીયાની પુછપરછ કરતા તેણે જણાવેલ કે તે છેલ્લા પાંચેક વર્ષથી B.S.F બટાલીયન-૫૯ ના હેડક્વાર્ટર ભુજ ખાતે CPWD ના ઇલેક્ટ્રીકલ વિભાગની ઓફીસના પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી- ૨૦૨૩ માં વોટ્સએપ મારફતે અદીતી તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમા આવેલ અને તેણીની સાથે મિત્રતા થતા પોતે BSF ની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનુ જણાવેલ. સદર મહીલા એજન્ટ દ્વારા નિલેષને જણાવેલ કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ BSF ને લગત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વોટ્સએપ ઉપર મોકલી આપ અને આ કાગળો તેના કામના હશે તો તને સારા એવા પૈસા આપવામાં આવશે તે રીતે પૈસાની લાલચમાં આવી નિલેશ બળીયાએ આ કામ કરવા માટે હા પાડેલ હતી. ત્યારબાદ નિલેશ દ્વારા જાન્યુઆરી-૨૦૨૩ થી તા. ૨૮/૦૬/૨૦૨૩ સુધી તેણે BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી મોકલી આપેલ છે.તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા નિલેષના બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે PayTM મારફતે જુદા-જુદા એકાઉન્ટમાંથી રૂ.૨૮,૮૦૦/- મોકલી આપેલ છે.ત્યારબાદ શકમંદ નિલેશ બળીયાના ફોનની FSL મારફતે ટેકનિકલ એનાલીસીસ કરતા તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવેલ હતા તથા સદર માહિતીના બદલામાં મેળવેલ પૈસાની વિગત તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવેલ છે. સદર પુરાવા મળતા નિલેશ બળીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ દ્વારા BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ઇ.પી.કો ક-૧૨૧- ક-૧૨૩ તથા ૧૨૦-બી ગુજરાત એ.ટી.એસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!