સામખીયારીથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું કાટેડીયામાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
બ્રહ્મલિન સંતશ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય ભગવતગીરીબાપુ ગત તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ ૧૫૦ થી વધુ ઋષિકુમારો સાથે કચ્છના સામખીયારી થી બ.કાં. ના અંબાજી સુધી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘ

સામખીયારીથી અંબાજી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું કાટેડીયામાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
બ્રહ્મલિન સંતશ્રી સંધ્યાગીરી બાપુના શિષ્ય ભગવતગીરીબાપુ ગત તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ ૧૫૦ થી વધુ ઋષિકુમારો સાથે કચ્છના સામખીયારી થી બ.કાં. ના અંબાજી સુધી પગપાળા સાંસ્કૃતિક યાત્રા સંઘનું પ્રસ્થાન કરેલ જે તા.૦૬/૧૧/૨૦૨૫ ગુરૂવારના રોજ ઓગડ તાલુકાના કાટેડીયા ખાતે પહોંચતા પ્રતિષ્ઠિત શાસ્ત્રી મૂળશંકર મણિલાલ (ઉર્ફે-ભીખાકાકા), હરગોવનભાઈ શિરવાડીયા,પૂર્વ સરપંચ વરદાનજી રામાજી, ભગુભાઈ જે.પટેલ,જામાભાઈ દેસાઈ,જોઈતાભાઈ પ્રજાપતિ સહીત સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિ માં વાગતા ઢોલે દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ભવ્ય સામૈયા કરી બાપુની યાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું.બાપુ સહીત તેમના શિષ્યોએ ગામના રક્ષક ભૈરવ દાદાએ માથું ટેકવી દાદાના આશીર્વાદ લીધા હતા. યાત્રાનું મહત્વ તથા ધાર્મિક મૂલ્યો પર માર્ગદર્શન આપતાં બાપુએ જણાવ્યું હતું કે પગપાળા યાત્રા નો મુખ્ય હેતુ સંસ્કૃતિનું જતન, ગૌ-સેવાનો સંદેશ,યુવા પેઢીમાં ધાર્મિક જાગૃતિ અને અંબાજી માઁ પ્રત્યે અખંડ ભાવભક્તિ વિકસાવવાનો છે તેમ જણાવ્યું હતું.ગામના શ્રદ્ધાળુઓ,યુવક મંડળ અને વડીલોની વિશાળ ઉપસ્થિતિ સાથે ધાર્મિક વાતાવરણ મંગલમય બન્યું હતું. કાટેડિયા ગામે ફરી એકવાર સાબિત કર્યું “સંસ્કૃતિ છે તો સંસ્કાર છે.” તેમ ઠાકોર વેનાજી દોલાજી એ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





