
ફૈઝ ખત્રી… શિનોર
વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામે સાધલી થી ટીંબરવા જવાના માર્ગ પર આવેલ હજરત ગૈબન શાહ બાવાની દરગાહ ખાતે સંદલ તેમજ ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી..
હજરત ગૈબન શાહ બાવા દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવતા હોય છે તેમજ તમામની મન્નત મનોકામના પૂરી થાય છે.
દરવર્ષ ની જેમ આજે તારીખ .27.12.2024 ના રોજ રાજસ્થાન માં આવેલ સૂફી સંત હજરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ ખાતે ઉર્ષ ની ઉજવણી કરવામાં આવે છે એજ દિવસે આજે સાધલી ખાતે હજરત ગૈબન શાહ બાવાની દરગાહ પર સંદલ તેમજ ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યાર બાદ આમ નિયાઝ ( પ્રસાદી ) પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો…




