BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુર ખાતે આવેલ સૂફી સંત હઝરત પીર ખોજનદીશા બાવા રહમતુલ્લાહ અલયહે નો સેંડલ શરીફ મનાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં દરેક ધર્મના ભાવિકો ઉપસ્થિત રહયા.

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ હઝરત સૂફી સંત પીરખોજનશા બાવા ની દરગાહ આવેલ છે

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ હઝરત સૂફી સંત પીરખોજનશા બાવા ની દરગાહ આવેલ છે જેના ઉર્ષ મુબારકના

Screenshot

મોકા ઉપર ગઈકાલે રાત્રે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ દરગાહ મા કુરાન ખવાની રાખવામાં આવી હતી અને ત્યારબાદ દાવલશા સ્ટ્રીટ માંથી શ્રદ્ધાળુઓ સંદલ શરીફ લઈને નીકળ્યા હતા. શ્રધ્ધારુઓ નાતશરીફ ના પઠન સાથે દરગાહના પ્રતાનગણ મા પહોંચ્યા હતા. દરગાહમાં પહોંચ્યા પછી સંદલ ની વિધિ મુખ્ય અતિથિ વિશેષો ની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. સંદલ ની રસમ નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ ના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે સૈયદ ગુલામ રસુલ કારટવી, શિનોર દરગાહના ગાદી નશીંન હઝરત શમશાદ બાવા અને ટંકારીઆ સ્થિત પાટણ વાળા બાવા ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે શ્રદ્ધાળુઓએ નિયાઝનું મોટા પ્રમાણ મા વિતરણ કર્યું હતું. સંદલ મા વૃદ્ધો, યુવાઓ અને બાળકો સાથે દરેક ધર્મના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સંદલ ની રસમ સલાતો સલામ સાથે પૂર્ણ થઈ હતી.

Back to top button
error: Content is protected !!