
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર શિનોર તાલુકાના સાધલી મનન વિદ્યાલય સ્કૂલ માં છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષ ની જેમ તારીખ 30 ડિસેમ્બર ના રોજ રાત્રે સંગીતમય સુંદરકાંડ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મનન વિદ્યાલય સાધલી શિક્ષણમાં એક ઉપરાંત ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક, આરોગ્યની તથા પ્રજાલક્ષી કામગીરીમાં સતત મોટો ભાગ લઇ – બાળકોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા ઉમળ કા ભેર પ્રયત્નો કરે છે. અને દર વર્ષે સ્વર્ગસ્થ કમલેશ
કુમાર પંડ્યાની વાર્ષિક સ્મરણાંજલિ નિમિતે સુંદર સંગીતમય સુંદરકાંડઆયોજન કરવામાં આવેછે . ચાલુ મહિને સ્વર્ગસ્થ કમલેશ કુમાર પંડ્યાની છઠ્ઠી વાર્ષિક સ્મરણાંજલિ નિમિત્તે તારીખ 30 ડિસેમ્બર 2025 રાત્રે 9 કલાકે મનન વિદ્યાલય સાધલી મુકામે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજી ના સ્વ મધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. પંડ્યા અમીષાબેન તથા પંડ્યા યશ કુમાર અને સમગ્ર મનન પરિવાર તરફથી સુંદરકાંડનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા સુંદરકાંડનો સૌ ભાવી ભક્તોએ લાભ લીધો હતો…શ્રી અશ્વિનકુમાર પાઠકજી ના મધુર કંઠી સૌ બાળકોને સુંદરકાંડનું રસપાન કરાવ્યું હતું..




