નાટક દ્વારા દેડિયાપાડાના ગામોમાં સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ
તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/10/2025 – સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે બંસરી કલાવૃંદ, ગોધરા દ્વારા સ્વચ્છતા પર આધારિત નાટક રજુ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી ગ્રામજનોમાં સ્વચ્છતાપ્રત્યે જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
આ નાટક દ્વારા સ્વચ્છતા, સ્વચ્છ જીવનશૈલી અને ખુલ્લામાં શૌચમુક્તિ જેવા મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કરી ગ્રામજનોને પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામલોકો, શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ નાટક કાર્યક્રમ અંતર્ગત દેડીયાપાડા તાલુકાના ગારદા, ખામ, ભુતબેડા, ઝાંક, ખાબજી ભરાડા, કરતલ, દેવીપાડા, ઘોડી, બયડી, ઘનખેતર સહિત કુલ 20 જેટલા ગામોમાં બંસરી કલાવૃંદ, ગોધરા દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વેગ મળ્યો છે તથા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વિકસતી જોવા મળી રહી છે.