તા.૨૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સમગ્ર જિલ્લામાં પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેમાં રાજકોટ જિલ્લાના બેલડા ગામે સતત બીજા દિવસે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત અને અન્ય કચેરી આસપાસ સઘન ઝુંબેશ ચલાવી ઝાડી ઝાંખરા, શેરીઓમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું જેના થકી ગ્રામજનોએ સંપૂર્ણ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરી પર્યાવરણમાં ભળી જતા એવા કુદરતી નાશ પામતા વિકલ્પોનો જ ઉપયોગ કરવાના શપથ લીધા હતા.