MEHSANAVIJAPUR

વિજાપુર ડાભલા ગામે પરિણીત મહીલા નું શંકાસ્પદ મોત સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાયુ પાંચ સામે નોંધાઇ ફરિયાદ

વિજાપુર ડાભલા ગામે પરિણીત મહીલા નું શંકાસ્પદ મોત સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાયુ
વસઈ પોલીસ મથકે પાંચ સામે નોંધાઇ ફરિયાદ
પીએસઆઇ રબારી દ્વારા તપાસ હાથ ધરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડાભલા ગામે મહીલા ના શંકાસ્પદ થયેલ મોતના પગલે તાતોસણ ગામે રહેતા મૃતક મહીલા ના પિતા એ પોલીસ મથકે મહિલાની સાસરી પક્ષના પતિ સહિત જેઠ જેઠાણી સાથે પાંચ સામે ફરિયાદ નોંધાવી છે ખેતરમાં મૃત હાલત માં મળી આવેલ મહિલાની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો મૃતક ના પિતા મેરૂજી જીવાજી એ સાસરી પક્ષે ભેગા મળી માનસિક શારીરિક ત્રાસ આપી મહિલાને મોત વહાલું કરવા મજબૂર કરી હત્યા કરી હોવાનો સાસરી પક્ષના લોકો ઉપર આક્ષેપ કર્યો હતો તાતોસણ નો ઠાકોર સમાજ દ્વારા પોલીસ અધિકારી તેમજ મામલતદાર સમક્ષ ન્યાયિક તપાસ ની માંગ કરવામાં આવી છે ઘટના ને પગલે ડીવાયએસપી વિસનગર પણ દોડી આવ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ મહિલાની ખેતર માંથી શંકાસ્પદ મૃતદેહ મળી આવતા જેને પીએમ માટે તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે પિયર પક્ષના લોકો લઈ આવ્યા હતા જ્યાં ડોકટર સમક્ષ પણ મૃતકના પિતા એ ન્યાયપૂર્વક પીએમ કરવા નું જણાવ્યું હતુ જોકે મળી આવેલ મહીલા મૃતક ના શરીર પરના ચિહ્નો ને લઈને તાતોસણ ગામના ઠાકોર સમાજે સાચી દિશા માં તપાસ કરી ન્યાય ની માંગણી કરી રહ્યા છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાતોસણ ગામના મેરૂજી જીવાજી ઠાકોર ની દીકરી લક્ષ્મી બેન ના લગ્ન વીસ વર્ષ પૂર્વે ડાભલા ગામે મહેશજી હમીરજી ઠાકોર જોડે થયા હતા તેમના બે સંતાનો પણ છે તેના જણાવ્યા મુજબ મહેશજી ઠાકોર અને તેમના ભાઈ રમેશજી ઠાકોર તેમજ રાજુજી ઠાકોર તેમજ જેઠાણી સુશીલા બેન તેમજ લખી બેન વારંવાર માનસિક શારીરીકત્રાસ ગુજારતા તેને લઈને લક્ષ્મી બેન ઘણી વખતે પિયર માં આવતા અને તેમના સંતાનો ભવિષ્ય ના બગડે તે માટે સમજાવીને સાસરે મોકલી દેતા તા ૧૮/૦૪/૨૦૨૩ ના મંગળવારે અન્ય ગામના વ્યક્તિ ના મારફતે મોત ની ખબર પડતાં તેની તપાસ માટે ડાભલા ગામે ગયા હતા જ્યાં ખેતર માંથી લાવેલ લાશ પાસે સાસરી પક્ષનો પણ કોઈ હાજર ના હોવાથી અજુગતુ લાગતા હત્યા થઈ હોવાની શંકા પ્રબળ બની હતી જેને પોલીસ મથકે મૃતક ના પિતા મેરૂજી ઠાકોરે સાસરી પક્ષના મહેશજી ઠાકોર ,રમેશજી ઠાકોર સુશીલા બેન ઠાકોર, રાજુજી ઠાકોર ,લખીબેન ઠાકોર સામે માનસિકત્રાસ શારીરિકત્રાસ તેમજ મહિલાને મોત માટે મજબૂર કરવા દુષપ્રેરણ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ પીએસઆઇ રબારી એ જણાવ્યું હતુંકે મૃતક મહીલા ના પિતા દ્વારા રજૂઆત ના પગલે હોસ્પિટલમાં કરવામાં આવેલ મહિલાના પીએમ માં જે કાંઈ મળી આવશે તેની તરફ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે હાલમાં ડોક્ટર ટીમ દ્વારા વિશેરા લઈ તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!