CHHOTA UDAIPURGUJARATNASAVADI

સંખેડા વિધાનસભાનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ નસવાડી ખાતે યોજાયો.

મૂકેશ પરમાર નસવાડી

નવા વર્ષની શુભ ઈચ્છાઓ સાથે,આવનાર વર્ષ  સૌના જીવનમાં સુખ સમૃદ્ધ લાવે તેવી મનોકામના સાથે સંખેડા વિધાનસભા ભાજપ પાર્ટી દ્રારા નૂતન વર્ષ સ્નેહ મિલનનો કાર્યકર્મ નસવાડી એ.પી એમ સી માર્કેટ યાડ માં રાખવામાં આવ્યો હતો અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે મહાનુભાવ નુ પુષ્પ ફૂલ આપીને સ્વાગત કરાયુ હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,સાંસદ જશુભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિંગ તડવી, બરોડા ડેરી ઉપ પ્રમુખ ગણપતસિંહજી સોલંકી, જિલ્લા મહામંત્રી ડી.એફ પરમાર,તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ,જિલ્લા યુવા મોરચા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો,સરપંચો ,કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!