
વાત્સલ્યમ્ સમાચાર, મુંદરા-કચ્છ.
મુંદરામાં રવીવારે ‘સંસ્કાર ઉત્સવ-સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન: ફન, ફૂડ અને સ્વદેશી પહેલનો સંગમ!
મુંદરા, તા. 6 : શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતી સંસ્કાર સ્કૂલ મુંદરા દ્વારા રવિવાર, ૭ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ભવ્ય ‘સંસ્કાર ઉત્સવ-સ્વદેશી મેળા’ નું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી ચાલનારા આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સ્વદેશી પહેલ’ ને વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે.
આ પ્રસંગે કચ્છ-માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી અને મુંદરા નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોષી ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અને શુભેચ્છાઓ પાઠવશે.
આ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી વિવિધ વાનગીઓના સ્ટોલ, ઉત્સાહપ્રેરક ગેમ્સ અને હાથ બનાવટની સ્વદેશી વસ્તુઓના વિશેષ સ્ટોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત જમ્પીંગ, મિકીમાઉસ અને જોકર જેવા રોમાંચક રાઇડ્સ અને આકર્ષણો પણ ઉપસ્થિતોના મનોરંજન માટે તૈયાર કરવામાં આવ્યા છે.
ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અનેકવિધ સ્ટેજ પરફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. શાળાના પ્રિન્સીપાલ રેખાબેન ઠાકુર અને નેહાબેન જોષીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષણ ગણ અને વિદ્યાર્થીઓ આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ અને નગરજનોને આ કાર્યક્રમમાં પધારીને બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(નોંધ: ઉત્સવનું સ્થળ: સંસ્કાર સ્કૂલ ગ્રાઉન્ડ, સર્વે નં. ૧૦૫, બારોઈ સાડાઉ રોડ, મુંદરા)
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




