સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજવામાં આવ્યું

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સંસ્કૃત સપ્તાહ ઉત્સવ અંતર્ગત શ્રી સરસ્વતી હાઈસ્કૂલ પાલનપુર ખાતે સંસ્કૃત પ્રદર્શન યોજવામાં આવ્યું ભારતની સાંસ્કૃતિક વિરાસત ને સમજવા તથા આપણી મહાન ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે તે અનુસંધાને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના ” વિકાસ ભી વિરાસત ભી “ના ધ્યેય મંત્રને સાકાર કરવા આગામી સમયમાં તારીખ 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહોત્સવ ઉજવવાનું છે અને સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃત બને એ અનુસંધાને આજ રોજ માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુર ખાતે સંસ્કૃત ભાષાનું પ્રદર્શન ખુલ્લુ મુકાયેલ છે .જેમાં જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેષભાઈ પટેલ, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી ધુડાભાઈ બ્રાહ્મણ, એ.ડી.આઈ.શ્રી ચેતનભાઈ, બનાસકાંઠા જીલ્લા સંસ્કૃત ભારતી ના અધ્યક્ષ શ્રી નિકેશભાઈ તેમજ બિપીનભાઈ ,શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ શ્રી મદારસિંહ હડિયોલ તેમજ મંત્રી શ્રી અજમલસિંહ પરમાર વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહેલ શાળાના આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડા અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના સંસ્કૃત વિષયના શિક્ષિકા ડૉ.તારાબેન સોલંકી અને માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી જનકભાઈ ચોરાસિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ એ સંખ્યા,પક્ષી,ફુલ,ફળ ,સંસ્કૃત ના વિવિધ કવિઓનો પરિચય વગેરેના ચિત્ર લગાવી તેના સંસ્કૃત નામ ના ચાર્ટ તેમજ અવનવા નમુના જેમ કે ગ્રામ્ય જીવન,આધુનિક અને પ્રાચિન શાળા ,જંગલ અને જંગલી પ્રાણીઓ,રસોડામાં ઉપયોગી વિવિધ વાસણ અને તેના સંસ્કૃત નામ,વિવિધ મસાલા,શાકભાજી,વાહનો, વિવિધ દ્રવ્ય, વગેરે જેવા ઉતમ નમુના બનાવેલ પ્રદર્શનમાં પધારેલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વિદ્યાર્થીઓ ના કાર્યક્રમ જોઈ ખૂબજ ખુશ થયા તેમણે જીણવટ પૂર્વક નમુના નિહાળ્યા ,પધારેલ અન્ય મહેમાનો એ પણ બાળકોની કલાની પ્રશંષા કરી. રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખશ્રી એ જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીનું તેમજ પધારેલ અન્ય મહેમાનોનું સ્વાગત કરેલ. ત્યારબાદ જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી એ પોતાના વક્તવ્યમાં સંસ્કૃત ભાષામાં બાળકો અને માર્ગદર્શક શિક્ષકો અને શાળાના આચાર્યશ્રી ને પણ અભિનંદન પાઠવેલ તેમજ સંસ્કૃત ભાષા અને તેના મહત્વ અંગે સમજ આપેલ અંતે શાળાના આચાર્ય શ્રી એ પધારેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ
આ સંસ્કૃત પ્રદર્શન જોવા માટે સોમવાર તારીખ 4 ઓગસ્ટ થી તારીખ 8 ઓગસ્ટ સુધી બપોરે ત્રણ થી પાંચ દરમિયાન મુલાકાત લઈ શકાશે।




