સંતરામપુર નગરનું ગંદુ પાણી ભૂગર્ભ ગટર ઘ્વારા સુકી અને ચીબોટા નદીમાં છોડવામાં આવતું હોવાનું સંતરામપુર શહેર, કોંગ્રેસ પ્રમુખ દિપેશ પ્રજાપતિ નો આક્ષેપ….

રિપોર્ટર ….
અમીન કોઠારી મહીસાગર…
સંતરામપુર નગરનું ગંદુ પાણી ભૂગર્ભ ગટર ઘ્વારા સુકી અને ચીબોટા નદીમાં છોડવામાં આવતું હોવાનું સંતરામપુર શહેર, કોંગ્રેસ પ્રમુખ દિપેશ પ્રજાપતિ નો આક્ષેપ….

સંતરામપુર ભાજપ ભ્રસ્ટાચારી નગર પાલિકા દ્વારા સંતરામપુર નું ભૂગર્ભ ગટર નું ગંદુ પાણી ચિબોતા નદી તેમજ સુખી નદી માં નાખી નદીઓ દુષિત કરવાનું કામ કરવામાં આવે છે.


જે નદીઓ હાલ દુર્ગંધ મારે છે , હા પાણીમાંથી તીવ્ર વાસ આવે છે જેને લીધે, આજુબાજુના લોકો નદી ઉપરથી પસાર થતા રાહદારીઓ તેમજ વટે માર્ગુ પણ આ ગંધાતા પાણીને લીધે પરેશાન થઈ ચૂક્યા છે,અને નદીઓ પ્રદુષિત થયેલ છે.
બાઈટ… દીપેશ પ્રજાપતિ. સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ
દીપેશ પ્રજાપતિ ના જણાવ્યા મુજબ હાલમાં, ઇન્દોર,ગાંધીનગર,અને બાલાશિનોર જેવા શહેરો માં દુષિત પાણી ના લીધે રોગચાળો ફેલાયો છે. સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં એન્ટર થતા ની સાથે જ આ નદીઓ ના માંથી તીવ્ર વાસ આવે છે અને ગંદુ ગટરનું પાણી નદીમાં વહી જાય છે ,ત્યારે શું સંતરામપુર પણ દુષિત પાણી થી થતા રોગો ની જપેટ માં છે???!!! વાહ અનેક સવાલો તેમણે ઊભા કર્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,
મેલેરીયા ટાઈફોડ અને કમળા જેવા ગંભીર રોગો સંતરામપુર નગર ની પ્રજાને ચપેટમાં લે તે પહેલા નગરપાલિકા કોઈ આગોતરું આયોજન કરશે ખરી !!??? કે પછી નગરજનો રોગના ભરડામાં સપ્લાઈ જાય તેની રાહ જોશે!!???એવા અનેક સવાલો તેમને ઊભા કર્યા હતા..




