કાલોલ:- બોરુ ગામની રીફાઈ પબ્લિક સ્કૂલમાં 13 મો હર્ષોલ્લાસ સાથે વાર્ષિક રમતગમતનો બે દિવસીય રંગારંગ કાર્યક્રમ સંપન્ન.

તારીખ ૧૩/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બોરુ ગામ ખાતે આવેલી રીફાઈ પબ્લિક સ્કૂલ માં ગતરોજ જુનિયર-સિનિયર સાથે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ નો સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનું સુંદર પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યાં આજરોજ ધોરણ ત્રણમાં ભણતા વિદ્યાર્થીઓને લઈ ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓમાં ખેલભાવના સાથે શારીરિક ક્ષમતા નો વિકાસ થાય તે આશ્રય સાથે સ્પોર્ટ ડે નો રંગારંગ કાર્યક્રમની ઉજવણી હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે કરવામાં આવી હતી.જેમાં આજના આ કાર્યક્રમમાં ચિફ ગેસ્ટ તરીકે શાળાના સ્થાપક હજરત સૈયદ કમાલુદ્દીન મઝરૂલ્લા રિફાઈ અને સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નયરબાબા રિફાઈ સાહેબની ઉપસ્થિતિમાં 13 મો વાર્ષિક રમતગમત દિવસનો સુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં શાળાના બાળકોનો શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના કોચિંગ ટીચર્સ કિરણભાઇ સોલંકી રમત વિશે રૂપરેખા આપી સુંદર આયોજનની સમજ આપી હતી જેમાં કોચિંગ ટીચર્સ અને શિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી હતી જેમાં કરાટે,દોડ, ફુટબોલ સહિત રસ્સાખેચ જેવી અનેક રમતો રમાડવામાં આવી હતી અંતે વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંભારમના મુખ્ય મહેમાન હઝરત સૈયદ કમાલુદ્દીન મઝરૂલ્લા રિફાઈ સાહેબે ભણતર સાથે રમતનો જીવનમાં મહત્વ વિશે સુંદર ઉદબોધન કર્યું હતું અને સ્કૂલની કામિયાબી માટે ખાસ દુઆ કરી હતી કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય ગાન સાથે બે દિવસીય સ્પોર્ટ્સ ડે રંગારંગ કાર્યક્રમ સાથે સંપન્ન કરવામાં આવ્યાં હતાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના પ્રિન્સીપાલ સલમા વઝીર દ્વારા ખૂબ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું હતું.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;





