AHAVADANGGUJARAT

સાપુતારા ઘાટમાર્ગ બસ અકસ્માતમાં ૬ વ્યક્તિના મોંત ગુનામાં ટ્રાવેલ્સ માલિકો સામે સાપરાધ માનવવધનો ગુંનો નોંધાયો

વાત્સલ્યમ સમાચાર
    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં થયેલ લકઝરી બસ અકસ્માતનાં ગુનામાં ટ્રાવેલ્સ માલિકો સામે બનાવટી દસ્તાવેજો તથા સાપરાધ મનુષ્યવધનાં ગુનાની કલમ દાખલ કરતી સાપુતારા પોલીસની ટીમ..

ડાંગ જિલ્લાનાં સાપુતારા – માલેગામ ઘાટમાર્ગમાં તા.02/02/2025નાં મળસ્કે સાડા ચાર વાગ્યાનાં અરસામાં લકઝરી બસનાં  ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી 30 ફૂટ ઊંડા ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં 6 વ્યક્તિઓએ પોતાના જીવ પણ ગુમાવવો પડ્યો હતો.ત્યારે આ ચકચારી લકઝરી બસ અકસ્માતનાં ગુનામાં ટ્રાવેલ્સ માલિકો વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો તથા મનુષ્ય વધના ગુનાની કલમ દાખલ કરી સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા ફરિયાદ દાખલ કરી છે.ગઇ તા.02/02/2025નાં રોજ સાડા ચારેક વાગ્યાની આસપાસ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં ઢાળવાળા વળાંકમાં લકઝરી બસ નંબર. UP-92-AT-0364 ના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ પલ્ટી ખાઇને આશરે ત્રીસેક ફુટ નીચે ખીણમાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી, જેમાં બસમાં સવાર 6 યાત્રિકોનું દુઃખદ અવસાન થયેલ તેમજ કુલ-45 જેટલા યાત્રીકોને નાની-મોટી ઇજા પોહચી હતી.જે આધારે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ  કરવામાં આવ્યો હતો.જેના આધારે સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિરસીંગ,તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ અને સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલનાઓએ અકસ્માત સ્થળની વિઝીટ કરી હતી.જેમાં રેંજ આઈજી પ્રેમવીરસિંગનાં સીધા સુપરવિઝન હેઠળ ગુનાની ઉંડાણ પૂર્વક તપાસ કરવાનું સૂચન કરેલ હતુ.જે આધારે ડાંગ પોલીસ વડા યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ તથા પી.આઈ.આર.એસ.પટેલનાઓએ બનાવવાળી જગ્યા તેમજ અકસ્માત થયેલ બસનુ બારીકાઈથી નિરીક્ષણ કરતા  બસનો એન્જીન નંબર/ચેસીસ નંબર તેમજ બસના રજીસ્ટ્રેશન નંબર UP-92-AT-0364 સાથે મીસ મેચ થતા અકસ્માત થયેલ બસની રજી.નંબર પ્લેટ UP-92-AT-0364 નુ બારીકાઇથી નિરીક્ષણ કરતા ઓરીજનલ રજી. નંબર પ્લેટ CG-07-E-5002 ઉપર પીળા કલરનું UP-92-AT-0364 નંબરનુ ડુપ્લીકેટ સ્ટીકર ચોંટાડેલ જણાઈ આવ્યુ હતુ. જે દિશામાં સાપુતારા પોલીસે તપાસ કરતા અકસ્માત થયેલ બસના માલીકે ALL INDIA PERMIT નો ટેક્સ બચાવવા માટે  ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવ્યાનું તપાસમાં જાણવા મળ્યુ હતુ. જેથી  સાપુતારા પોલીસની ટીમે તે દીશામાં ચોક્કસ વર્ક આઉટ કરતા  અકસ્માત થયેલ બસના માલીક સંજય રમેશચંદ્ર તીવારી ( રહે. 51 જુગેના મોલ શહેર કોતવાલી થાણા ઝાસી તા.જી.ઝાસી ઉત્તરપ્રદેશ) તેમજ ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ UP-92-AT-0364 ની બસના માલીક ગોવિંદસિંહ રામસિંહ ઠાકુર ( ઉ.વ.49, રહે.આઇ 504, સદગુરૂ સાનીધ્ય, ન્યુ મણિનગર, બરોડા એક્સપ્રેસ હાઇવે પાસે, રામોલ અમદાવાદ) અકસ્માત થયેલ જગ્યાએ બસની રજીસ્ટેશન નંબર પ્લેટ કાઢી લેવાના ઇરાદાથી સાપુતારા માલેગામ હાઇવે ઉપર દુકાનોમાં ડીસમીસની શોધખોળ કરતા હોય તેવી બાતમી પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.પટેલ સાપુતારા પોલીસ સ્ટેશનને મળી હતી.જેથી સાપુતારા પોલીસ ટીમ સાથે અકસ્માત વાળી જગ્યાએ પહોંચતા આ કામના આરોપી નં.(1) સંજય રમેશચંદ્ર તીવારીને તેમજ આરોપી નં.(2) ગોવિંદસિંહ રામસિંહ ઠાકુરને  અકસ્માત વાળી જગ્યાએથી અટક કરેલ બાદ બસના રજીસ્ટ્રેશન કાગળોની RTO મારફત તપાસ કરાવતા સદર અક્કમાત થયેલ બસનુ ફીટનેસ પુર્ણ થઇ ગયેલ હોય તેમજ બસ માલીક તેમજ ડ્રાઇવરે બસમાં પરમીટ કરતા વધુ પેસેન્જરો બેસાડી પરમીટનો ભંગ કરેલ હોય જેથી બસ માલીકો આરોપીઓ વિરુધ્ધ ગુનાના કામે નામદાર કોર્ટમાં BNS-2023 ની કલમ 105, 318(2), 336(3), 341(2),341(3), 341(4), 54 મુજબ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી બન્ને આરોપીઓને આહવા કોર્ટમાં રજૂ કર્યા હતા.હાલમાં આહવા કોર્ટ દ્વારા આ બન્ને આરોપીઓના 4 દિવસનાં રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.

બોક્ષ:-(1)

રાજય સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં અધિકારી સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરે તે જરૂરી.સાપુતારા ઘાટમાર્ગનાં બ્લેક સ્પોટ અકસ્માત ઝોન ઉપર વારંવાર અકસ્માત છતાંય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં અધિકારીઓ બેદરકાર,જેથી રાજય સરકાર બેદરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નવસારી ડાંગનાં અધિકારીઓ સામે પણ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરે તે જરૂરી બની ગયુ છે.વર્ષોથી સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ લોહીયાળ બની ગયો છે.તેમ છતાંય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને કામગીરીમાં જરા પણ રસ નથી.સાપુતારા ઘાટમાર્ગનાં ચાર અકસ્માત બ્લેક સ્પોટ સ્થળો ખાતે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે.તેમ છતાંય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં અધિકારીઓને નક્કર કામગીરી કરવામાં રસ જણાતો નથી.જેથી આ 9 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહન ચાલકો માટે બોડો બંજર અને લોહીયાળ સાબિત થઈ રહ્યો છે. જેથી રાજય સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં બેદરકાર અધિકારીઓ સામે પણ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે તે જરૂરી બની ગયુ છે..

Back to top button
error: Content is protected !!