વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિકથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેલ થતા બેકાબુ બની ભેખડ સાથે અથડાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાનાં ક્લીનર સાઈડને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજો બનાવ પણ સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં બન્યો હતો.બીજા બનાવમાં સાપુતારાથી નવસારી તરફ જઈ રહેલ થારનાં ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્થળ પર થાર ગાડી માર્ગની સાઇડે ઉતરી જઈ કાદવમાં ખુપી ગઈ હતી.આ બન્ને અકસ્માતનાં પગલે સાપુતારા ઘાટમાર્ગમાં થોડાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.જોકે સાપુતારા પોલીસની ટીમ સમયસુચકતા વાપરી સ્થળ પર પોહચી જઈ ટ્રાફિક પૂર્વરત કર્યો હતો..



