
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ નોંધાયેલી એક છેતરપિંડીની ફરિયાદના આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલની ટીમે ‘લુટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરીને કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ લગ્ન કરવાના બહાને યુવકોને નિશાન બનાવી, લગ્નના ખર્ચના નામે રોકડ પડાવીને છેતરપિંડી આચરતી હતી.સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં રૂ.55,000ની રિકવરી પણ કરી છે.ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા મહિના અગાઉ એક લુંટેરી દુલ્હન ટોળકીને લઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી લગ્નના ખર્ચ માટે યુવક પાસેથી રોકડા રૂપીયા કુલ રૂ.1,60,000/- પડાવી છેતરપીંડી કરવામાં આવી હતી. ત્યારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર. એસ.પટેલની પોલીસ કર્મીઓની ટીમે મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી મરાઠી ઓળખ બનાવી લૂંટેરી દુલ્હન ગેંગને ગલકુંડ ગામ ખાતેથી ઝડપી પાડી હતી.આ બનાવમાં સાપુતારા પોલીસની ટીમે ગલકુંડ ગામ ખાતેથી ચંચલબેન ગંગાધરભાઈ સેંડે (ઉ.વ.35, રહે. મશરૂલ, સ્નેહાનગર, સાંઇબાબા મંદીર પાસે, નાશીક મહારાષ્ટ્ર મુળ રહે. હિંદુ સ્મશાન ભુમી, જવલ, સંજય ગાંધીનગર નં.02 રુકમણીનગર તા.જિ.અમરાવતી નાશીક મહારાષ્ટ્ર) તથા વંદનાબેન ભગવાનભાઇ પાટીલ ( ઉ.વ.40 રહે.વરખડા તા.કલવણ જિ.નાશીક મહારાષ્ટ્ર) ની અટકાયત કરી છે.તેમજ પોલીસે આ અગાઉ આ ગુન્હામાં રાહીલબેન ઉર્ફે રાણીબેન વિનોદભાઈ પરમાર ( મુળ રહે.નામુવાડા તા.કપડવંજ જી.ખેડા હાલ રહે. આહવા તા. આહવા જી.ડાંગ) , રેખાબેન ઉર્ફે પુંજા વૈભવભાઇ જમદાડે તથા વિનેશભાઇ ઉર્ફે વૈભવભાઈ માણીકભાઈ જમદાડે ( બન્ને રહે. આહવા તા.આહવા જી.ડાંગ) તથા મધુભાઇ રતનભાઇ પવાર ( ઉ.વ.52 રહે ગોટીયામાળ તા.આહવા જી.ડાંગ) ની અટકાયત કરી હતી.આમ, સાપુતારા પોલીસની ટીમે લુંટેરી દુલ્હન ટોળકીના 6 વ્યક્તિઓની અટકાયત કરીને ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.તેમજ સાપુતારા પોલીસની ટીમે 55 હજાર રૂપિયા પણ રિક્વર કરેલ છે.આ બનાવને પગલે સાપુતારા પોલીસે આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





