GUJARAT

સાપુતારા પોલીસની ટીમે કારમાં લઈ જવાતા દારૂનાં જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા,કુલ 79 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલની ટીમ જુગાર,પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને રોકવા માટે વોચ પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન સાપુતારા પોલીસની ટીમને ખાનગી રાહે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવા અંગે બાતમી મળી હતી.જે બાતમીના આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલ સહીત પોલીસ કર્મીઓની ટીમ શામગહાન ખાતે બાતમી હકીકત વાળી ગાડી માટે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બરમ્યાવડ નાકા તરફથી બાતમી હકીકત વાળી ફોરવ્હીલ ગાડી નં. GJ-05-CD-4556 આવતા હાથ વડે રોકવાનો ઈશારો કરતા ગાડી ચાલકે પોતાના હવાલાની ગાડી પુરઝડપે હંકારી આહવા તરફ જતા રસ્તે ભગાડી હતી.જે ગાડીનો સાપુતારા પોલીસની ટીમે ફીલ્મી ઢબે પીછો કરી લહાનદબાસ નાકા પાસે પકડી તે ફોર વ્હીલ ગાડી ચેક કરતા મારૂતી 800 ફોર વ્હીલ ગાડી નંબર GJ-05-CD-4556 માં ગેરકાયદેસર  પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ સાપુતારા પોલીસની ટીમે કારમાં સવાર અજય મધુભાઈ ગાયકવાડ, વિપુલ તુલસીભાઈ પવાર,અજય દેવરામભાઈ ગાવીત (ત્રણેય રહે . બોરખલ તા.આહવા જી.ડાંગ)ની અટકાયત કરી હતી.તેમજ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 49,152/- તથા  ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા 20 હજાર તથા  મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા 10 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 79,152/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ બનાવને પગલે સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!