
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાઓ દ્વારા બીજા રાજ્યમાં નોંધાયેલ ગુનાઓનાં નાસતા ફરતા આરોપીઓ જે ડાંગ જિલ્લામાં રહેતા હોય તેવા કિસ્સામાં સદર વોન્ટેડ આરોપીઓને પકડી પડવાની સૂચનાઓ આપી હતી.જે સૂચના અન્વયે સાપુતારા પોલીસની ટીમે રાજસ્થાન રાજ્યનાં ઉદયપુર જિલ્લાનાં ઋષભદેવ પોલીસ મથકે પોકસોના ગંભીર ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પી.એસ.આઈમાં પી.ડી.ગોંડલિયા તેમજ પી.એસ.આઈ જે.જી.અનડકટનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે,રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ઋષભદેવ પોલીસ મથકે પોકસોના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી હાજારામ નારાયણ મીણા ( ઉ.વ.23 રહે.મગરાબાવશી ભુદર્ભ ફળીયુ, પો.ઋષભદેવ જિ.ઉદયપુર રાજસ્થાન) જે ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આવેલ છે અને મજૂરીકામ કરે છે. જે બાતમીના આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે સાપુતારા ઓડીટોરીયમ ખાતે પોહચી જઈ મજુરીકામ કરતા હાજારામ નારાયણ મીણાને ઝડપી પાડ્યો હતો.હાલમાં સાપુતારા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી રાજસ્થાનનાં ઋષભદેવ પોલીસને સોંપવા સહિતની આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.




