વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા૦૪ ઓગસ્ટ :- આ કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રસિદ્ધ કથાકાર શ્રી હિરેનભાઈ પંચાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ગોપાલભાઈ અઘેરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેનશ્રી તેજસભાઈ મહેતા, જિલ્લા સંગઠન ઉપાધ્યક્ષશ્રી ભરતભાઈ ધરજીયા, મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ, જિલ્લા કેળવણી નિરીક્ષકશ્રીઓ જીતેન્દ્રસિંહ પરમાર અને રવજીભાઈ મહેશ્વરી વગેરે ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત નગર અધ્યક્ષ રઘુભાઈ વસોયાએ કર્યું હતું. ત્યારબાદ સર્વે મહાનુભાવોનું શાલ અને ગીતાજીના પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા સંગઠન મંત્રીશ્રી જખરાભાઈ કેરાસિયા દ્વારા સંગઠનની કાર્યપ્રણાલીનો પરિચય આપવામાં આવ્યો. નગર શિક્ષણ સમિતિના વોઇસ ચેરમેન તેજસભાઈ મહેતા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમનાં મુખ્ય વકતા અને કથાકાર શ્રી હિરેનભાઈ પંચાલ દ્વારા ગુરુવંદનાનાં કાર્યક્રમને અનુરૂપ પ્રેરક પ્રવચન આપવામાં આવ્યું સાથે સાથે નિવૃત્ત થતાં ગુરૂજનોને આશીર્વચન પાઠવવામાં આવ્યા. ત્યારબાદ ગૌ સેવા ગતિવિધિના કાર્યકર્તાશ્રી દીપકભાઈ પટેલ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયોનાં મહત્વ અંગે સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ તાલુકા અને નગરનાં નિવૃત્ત શિક્ષકોને શાલ, શ્રીફળ, સાકર અને ભગવદ્ ગીતાનું પુસ્તક અર્પણ કરીને તેઓનું નિવૃત્તિમય જીવન મંગલમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ કાર્યક્રમની આભારવિધિ જિલ્લા કોષાધ્યક્ષશ્રી કાંતિભાઈ રોઝ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌએ ભારતીય પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું જતન થાય તે માટે વૃક્ષોનાં પાંદડાંમાંથી બનેલ પત્તલ અને દોદામાં પંગતમાં સાથે બેસીને સાત્વિક ભોજનનો આનંદ માણ્યો આ કાર્યક્રમમાં જિલ્લા એચ.ટાટ મહામંત્રી શ્રી અમરાભાઇ સહિત સંગઠનના વિવિધ સંવર્ગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તાલુકા મહામંત્રીશ્રી પિયુષભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા અધ્યક્ષશ્રી મયુરભાઈ પટેલ, તાલુકા અને નગરના તમામ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.