ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી : બાયડ શહેરમાં હરિ કોમ્પ્લેક્સમાં રોક સ્ટાર નામની દુકાનમાં ચાલતું જુગારધામું ઝડપાયું, 12 જુગારી ઝડપાયા, અરવલ્લી LCB પોલીસે પાડી રેડ 

બાયડ સ્થાનિક પોલીસ ની રહેમનજર હેઠળ જુગારધામું ચાલતું હોય તેવી ચર્ચાઓ જામી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાયડ શહેરમાં હરિ કોમ્પ્લેક્સમાં રોક સ્ટાર નામની દુકાનમાં ચાલતું જુગારધામું ઝડપાયું, 12 જુગારી ઝડપાયા, અરવલ્લી LCB પોલીસે પાડી રેડ

બાયડ સ્થાનિક પોલીસ ની રહેમનજર હેઠળ જુગારધામું ચાલતું હોય તેવી ચર્ચાઓ જામી

અરવલ્લી જિલ્લાની અંદર ફરી એક વાર એલસીબી પોલીસે જુગાર રમતા જુગારીઓ ને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી જેની અંદર બાયડ ખાતે ચોક્કસ બાતમીના આધારે બાયડ શહેરની અંદર હરિ કોમ્પલેક્ષના પ્રથમ મારે આવેલી દુકાન નંબર 214 માં કેટલાક ઇસમો તીન પત્તી ગંજીપાનાના પૈસાનો હારજીત નો જુગાર રમી રમાડે તેવી ચોક્કસ માહિતી મળતાં જે જગ્યાએ રેડ કરવા સારુ નાયબ પોલીસ અધિક્ષક બાયડ વિભાગ બાયડનાઓ પાસેથી ઉપરોક્ત બાતમીવારી જગ્યાનું જુગાર ઘારા કલમ 6 મુજબ વોરન્ટ મેળવેલ હતુ જે આધારે બાતમી વારી જગ્યાએ રેડ કરતાં બાયડ શહેર ખાતે આવેલ હરી કોમ્પલેક્ષ ના પ્રથમ માળે સીડી ચડતા બીજા નંબરની દુકાન ઉપર રોકસ્ટાર લખેલું હતુ દુકાન નો દરવાજો કાચનો હોઇ ધક્કો માળતા ખોલી જોતા દુકાનમાં 12 ઇસમો ભોંયતળિયે ચાદર પર કુંડાળું વારી તમામ ઇસમો ગંજીપત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા બાર લોકોને પકડવામાં મોડાસા LCB પોલીસ ને સફળતાં હાથ લાગી હતી જેમા રેડ દરમિયા રોકડ રૂપિયા 85080/- તેમજ મોબાઈલ નંગ 12 ની કિંમત 1,60,000/- સાથે કુલ 2,45,000/- નો મુદ્દામાલ જપ્ત કરી LCB પોલીસ અરવલ્લી દ્વારા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી પાડવામાં સફળતાં હાથ લાગી હતી

પરંતુ હાલ બજારમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ જુગાર ધામું કેટલાય સમયથી ધમધમતું હતું પરંતુ બાયડ શહેર જે પોલીસ છે એ પોલીસ ક્યાંક ને ક્યાંક આ જુગારધામાં ને પકડવા માટે નિષ્ફળ નિવડી હોય અથવા તો પ્રયાસો નિષ્ફળ હોય તેવું હાલ બજારમાં ચર્ચા રહ્યું છે ત્યારે ખરેખર અરવલ્લી જિલ્લા પોલીસ એલસીબી દ્વારા ઝડપવામાં આવેલું જુગારધામ સામે બાયડ શહેરની પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે બાયડ પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે

 

Back to top button
error: Content is protected !!