ગોધરા તાલુકાની વેલવડ પ્રાથમિક શાળામાં સી.આર.સી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત વર્ષ 2024-25 સી.આર. સી.કક્ષાનો વેલવડ પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુલ 14 શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 17 જેટલી કૃતિ રજૂ કરી હતી.જેમાં માઈક્રો ગ્રીન્સ,જાદુઈ રસ્તાઓ,પ્રાકૃતિક ખાતર અને જંતુનાશક અર્ક,મેજીક બોર્ડ દ્વારા ગાણિતિક પાયાના ખ્યાલો શીખવા,વેસ્ટમાં થી બેસ્ટ જેવી કૃતિઓ 4 વિભાગોમાં રજૂ કરવામાં આવી હતી.આ તમામ કૃતિઓ પૈકી પસંદ થયેલ કૃતિઓને પ્રથમ, દ્વિતીય,તૃતીય નંબર આપી તેમને પ્રમાણપત્રો, ઇનામ આપવામાં આવ્યું હતું સાથે વિદ્યાર્થીઓ બી.આર. સી કક્ષાએ સારું પ્રદર્શન કરી નંબર મેળવે તેમજ તેઓ પોતે પણ કઈ નવું સંશોધન કરે અને એ દિશામાં મહેનત કરી આગળ વધે તે માટેની શુભકામનાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં સી.આર. સી અમિતભાઈ પટેલ, વેલવડ પ્રાથમિક શાળાના આચાર્ય દીપિકાબેન પટેલ તેમજ આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં આસપાસની શાળાઓના આચાર્યો,શિક્ષકો,તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આમ આ કાર્યક્રમ ભારે ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.