સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજનો સરસ્વતી સન્માન સમારોહ અને સમાજના પૂર્વ સૈનિકોનું અભિવાદન કરવામાં આવ્યું.
અનેક મહાનુભાવોની હાજરી
રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી પત્રકાર સાવરકુંડલા
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજનો સરસ્વતી સન્માન સમારોહ અને સમાજના પૂર્વ સૈનિકોનું અભિવાદન કરવામાં આવ્યું.
પરશુરામ સેનાએ વિધાર્થી, નારી શક્તિના સન્માન સાથે દેશભક્તિના મૂલ્યો ઉજાગર કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજના ઉત્કર્ષ અને એકતાના ઉમદા હેતુથી, બ્રહ્મ સમાજ દ્વારા એક અદ્ભુત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેશની સેવા કરનાર પૂર્વ સૈનિકોનું ગૌરવ વધારવાનો હતો સમારોહની સૌથી વિશેષ વાત એ હતીકે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે સમાજમાં નારીના મહત્ત્વપૂર્ણ સ્થાનને ઉજાગર કર્યું હતું આ સાથે દેશની સેવામાં અગ્રેસર રહેલા પૂર્વ સૈનિકો અતુલભાઈ જાની, યોગેશભાઈ જાની અને અશોકભાઈ દવે નું ગૌરવભેર સન્માન કરીને સમાજે રાષ્ટ્રભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા હતા.
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજને એક તાંતણે બાંધવાનો અને સૌને સંગઠિત કરવાનો સુખદ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, નિવૃત જવાન અતુલભાઈ જાની, યોગેશભાઈ જાની, અશોકભાઈ દવે, પૂર્વ હાઉસ ટેક્સ ઈન્સપેકટર મનોજભાઈ ત્રિવેદી, આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શૈલેષભાઈ રવૈયા, સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી, પરશુરામ સેના પ્રમુખ અમિત પંડ્યા, ઉપેન બોરીસાગર, મનીષ ત્રિવેદી સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ, વાલીઓ, વિધાર્થી ભાઈઓ બહેનો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આ પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પરશુરામ સેનાના સભ્યોએ ભારે જહમેત ઉઠાવી હતી આ સન્માન સમારોહ સમાજમાં શિક્ષણ, નારી સશક્તિકરણ અને રાષ્ટ્ર ભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવામાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થયો હતો.
ફોટો / રિપોર્ટ.- અમિતગીરી ગોસ્વામી પત્રકાર સાવરકુંડલા