
વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ૩૩ જેટલાં અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગો જે આશરે ૨૪ કરોડની માતબર રકમે નિર્માણ થનાર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈનની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ઘોડવહળ, આહેરડી, સાકરપાતળ, ચિચિંનાગાવઠા અને માછળી ગામે વિવિધ ગ્રામ્ય માર્ગોના રસ્તાઓના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી વિજયભાઇ પટેલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગતના રસ્તાઓ, કાચા થી ડામર,એમ.એમ.જી.એસ.વાય પ્લાન રસ્તા રિસર્ફેસીંગ વિગેરે વિવિધ રસ્તાઓના નવિનિકરણની કામગીરીનો આજે પ્રારંભ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખુબ જ ઉપયોગી સાબીતરૂપ થશે. તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામ દાયક વાહન વ્યવહાર થઇ શકશે.





