Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદારધામનું ભૂમિપૂજન કરાયું
તા.૨૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કણકોટ ખાતે અંદાજે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ૪૦ હજાર વાર જમીનમાં નિર્માણ ભવ્ય ભવન નિર્માણ પામશે
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક લાભુભાઈ એન્જીનીયરિંગ કોલેજ સામે અંદાજે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘સરદારધામ’નું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, કણકોટ ખાતે કુલ ૪૦ હજાર વાર જગ્યામાં સરદારધામ કેમ્પસનું નિર્માણ કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે છાત્રાલય, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સિવિલ સર્વિસ કેન્દ્ર, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન, યુવા સંગઠન, સ્પોર્ટસ સંકુલ, સામાજિક માર્ગદર્શન કેન્દ્ર જેવા વિવિધ વિભાગો થકી સામાજિક ઉત્થાનના કાર્યો થશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મેયરશ્રી નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માધવભાઈ દવે, શ્રી રાજુભાઈ ધ્રુવ સહિતના અગ્રણીશ્રીઓ તેમજ ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ, રૂડાના ચેરમેન શ્રી જી. વી. મિયાણી સહિત ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં