GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સરદાર પટેલ@150 ગણદેવી વિધાનસભા વિસ્તારની પદયાત્રા નાંદરખા ગામથી બીલીમોરા સોમનાથ મંદિર સુધીની યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના વર્ષ નિમિત્તે ‘એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ૧૭૬ ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં નાંદરખા ગામથી બીલીમોરા સોમનાથ મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી.આ યાત્રામાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો જોડાયા હતા .

ગણદેવી વિધાનસભા પદયાત્રા નાંદરખા , વંકાલ , આંતલીયા ,બીલીમોરા ચાર રસ્તા વિસ્તારમાં પહોંચી હતી ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ કુમકુમના તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગણદેવી વિધાનસભા પદયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના સર્વે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાંત, યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યુનિટી માર્ચ@૧૫૦ સંદર્ભે વિવિધ શાળાઓમાં યોજાયેલી વકતૃત્વ, ચિત્ર સહિતની સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત

વક્તાશ્રીઓએ આઝાદીના સંસ્મરણો સરદાર પટેલના જીવનની પ્રેરણાદાયી ઘટનાઓ વિશે લોકોને વિગતવાર જાણકારી આપી હતી. સાથે ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું કે, સરદાર સાહેબના બલિદાનોને યાદ કરીને, ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિશ્વગુરુ’ બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થઈને આગળ વધવા જણાવ્યું હતું .

ગણદેવી વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં નવસારી અધિક નિવાસી કલેકટરશ્રી વાય બી ઝાલા , ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ , બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મીતેશભાઇ પટેલ , નગરપાલિકા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનો, અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, તેમજ વિશાળ સંખ્યામાં નાગરીકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!