MADAN VAISHNAV16 minutes agoLast Updated: November 17, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વડાપ્રધાનશ્રીએ સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને વિશ્વની સૌથી ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવી વિરાટ પ્રતિમા દ્વારા સાચી. શ્રદ્ધાંજલિ આપી છે.–સાંસદ ધવલ પટેલ
*સીતાપુર ગામના અંબાજી મંદિર થી વાંસદા સરદાર બાગ સુધીના યુનિટી માર્ચ પદયાત્રા માર્ગ પર ગ્રામજનોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું*
આઝાદીના મહાન શિલ્પી, લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના પાવન અવસરે, ૧૭૨ વાંસદા વિધાનસભા વિસ્તારમાં વાંસદા – ડાંગના સાંસદ તથા લોકસભાના દંડક ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને ભવ્ય અને વિશાળ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરદાર સાહેબના આદર્શોને વાગોળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પદયાત્રામાં વાંસદા વિધાનસભા વિસ્તારના નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ અને સમર્થકો વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.પદયાત્રાનો પ્રારંભ સીતાપુર ગામના અંબાજી મંદિરથી થયો હતો અને વાંસદા ગાંઘી મેદાન ની સામે સરદાર બાગ સુધીના માર્ગ પર આગળ વધી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ગામોના લોકોએ અપાર ઉમંગ અને ઉત્સાહ સાથે પદયાત્રાનું સ્વાગત કર્યું હતું. ઢોલ-નગારા, ફૂલહાર અને જયઘોષ સાથે ઠેર ઠેર લોકોએ ઉમળકાભેર યાત્રાને આવકારીને સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી.સાંસદ ધવલ પટેલે આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના રાષ્ટ્ર નિર્માણના અવિસ્મરણીય યોગદાન પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સરદાર સાહેબના આદર્શો, એકતા અને અખંડિતતાનો સંદેશ આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાષ્ટ્રના આ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સંકલ્પ છે.સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને સાકાર કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘વિભિન્નતામાં એકતા’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ જેવા સૂત્રોને ચરિતાર્થ કર્યા છે. વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબના વિચારોને માત્ર જીવંત જ નથી કર્યા, પરંતુ આ વિરાટ વ્યક્તિત્વને વિશ્વની સૌથી ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જેવી વિરાટ પ્રતિમા દ્વારા શ્રદ્ધાંજલિ આપીને શ્રેષ્ઠતમ કાર્ય કર્યું છે.વધુમાં સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે ‘ સરદાર વલ્લભભાઈ પટેલે બનાવેલ અખંડ ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બને તે માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ થઈને યોગદાન આપવું અનિવાર્ય છે. દરેક નાગરિક સમરસતા અને એકતાના ભાવ સાથે વિકસિત ભારતની આ યાત્રામાં સહભાગી બને અને ‘સ્વદેશી’ અપનાવી દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે. આ યાત્રામાં નવસારી સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ,વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ મહાલા, સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા, વાંસદા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર, ગામના સરપંચો,તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો તથા બહોળી સંખ્યામાં વાંસદા વિધાનસભા વિસ્તારના ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
«
Prev
1
/
87
Next
»
વડતાલ ખાતેથી કમલેશ પરમાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાયો