તા.૧૪.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીના ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે શત શત વંદન કરવામાં આવ્યા.
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ.૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા દ્વારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ શત શત વંદન કર્યા હતા.ભારતના બિસ્માર્ક અને આયર્ન મેન તરીકે ઓળખાતા સરદાર પટેલ ૫૬૫ રજવાડાઓના ઇતિહાસ વિશે જાણીતા છે. નવા રચાયેલા ભારતમાં રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાને કારણે તેમણે” ભારતના આયર્ન મેન”નું બિરૂદ મેળવ્યું.૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ બોંબેમાં હદય રોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક દ્વારા માહિતી આપી હતી