
સુરેન્દ્રનગર જિલ્લાના સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા નેશનલ સ્પેસ દિવસની ઉજવણી કરાઈ.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઈસરો સંસ્થાના ભૂતપૂર્વ એન્જિનિયર શ્રી નગીનભાઈ પ્રજાપતિ તથા સતિષભાઈ ગજ્જર સરલા શાળા ખાતે ઉપસ્થિત રહ્યા.જેમાં શ્રી નગીનભાઈ પ્રજાપતિએ અવકાશ વિજ્ઞાન ઈસરો સંસ્થા વિશે માહિતી તેમજ વિજ્ઞાન વિષય વિદ્યાર્થીઓને રસપ્રદ માહિતી પૂરી પાડી.
સ્પેસ વિશેનું એક્ઝિબિશન પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ.
આ ઉપરાંત રોકેટ લોન્ચિંગ અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન વિદ્યાર્થીઓ સમક્ષ ઈસરોના કર્મચારી નગીનભાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન પલકભાઈ પ્રજાપતિ અને આભાર વિધિ સતિષભાઈ પોશિયા દ્વારા કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ભાવેશભાઈ ભટ્ટાની દેખરેખ હેઠળ કરાતા આ તકે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની શેખ દીપિકા પણ ઉપસ્થિત રહી હતી.તે
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


