BANASKANTHADEODARGUJARAT

દિયોદર ના ગોદા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડે સરપંચે ચાર્જ સંભાળ્યો

ડે સરપંચ ની બિન હરીફ વરણી કરાઈ

દિયોદર ના ગોદા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડે સરપંચે ચાર્જ સંભાળ્યો

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં અનેક ગ્રામ પંચાયતની નવા સરપંચ મળ્યા છે જેમાં દિયોદર તાલુકાના ગોદા ગ્રામ પંચાયત બેઠક ચૂંટણી થતાં સરપંચ પદે દિશા બેન કલ્યાણભાઈ દેસાઈ ચૂંટાઈ આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયત ડે સરપંચ માટે મંગળ વારે ગ્રામ પંચાયત કચેરી ખાતે અધ્યાશી અધિકારી બી. એન. પરમાર. નવ નિયુક્ત સરપંચ તથા તલાટી ક્રમ મંત્રી. ડી. બી. પરમાર. તથા વોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ જેમાં ડે સરપંચ પદે મહેશભાઈ રવજીભાઈ ઠાકોર ની બિન હરીફ વરણી કરવામાં આવતા સૌ ઉપસ્થિતિ આગેવાનોએ તાળીઓ પાડી વધાવી લીધા હતા જેમાં ગ્રામ જનો દ્વારા નવ નિયુક્ત સરપંચ અને ડે સરપંચને ફૂલહાર પહેરાવી મો મીઠું કરાવી આવકાર્યા હતા જેમાં ગોદા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડે સરપંચે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો આ બાબતે સરપંચ એ જણાવેલ કે જેમાં ગામ લોકો એ મારા ઉપર વિશ્વાસ મૂકી મને સરપંચ તરીકે જવાબદારી સોંપી છે તે માટે હું દરેક સભ્યોને સાથે રાખી ગામના વિકાસ થાય તેવા પ્રયત્નો મારું ગામ સ્વચ્છ ગામ બને તેવા મારા પુરા પ્રયત્નો રહે છે

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!