GUJARATJUNAGADHMENDARDA

મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરપંચ એસોસિએશન દ્વારા વળતરની માંગ

મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, સરપંચ એસોસિએશન દ્વારા વળતરની માંગ

મેંદરડા તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતીના પાકોમાં મોટું નુકસાન થયું છે. આ અંગે શ્રી મેંદરડા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખેતી વિકાસ અધિકારી અને વ્યવસ્થા અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી અને ઉપપ્રમુખ શ્રી જે.ડી.ખાવડુ, રાજુભાઈ ધાધલે જણાવ્યું કે, તાલુકાના દરેર ગામમાં ભારે વરસાદને લીધે મગફળી, અડદ, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયું છે. આ નુકસાનનો યોગ્ય રીતે સર્વે કરીને ખેડૂતોને ન્યાયી વળતર આપવાની માંગ કરવામાં આવી છે.આ રજૂઆતમાં એસોસિએશન દ્વારા ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાને લઈ, તત્કાલિક સર્વે અને નુકસાનનું મૂલ્યાંકન કરી વળતરની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!