સાપાવાડા ઈડર પ્રાથમિક શાળા નો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ

સાપાવાડા ઈડર પ્રાથમિક શાળા નો
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2024 તારીખ 26/06/ 2024 ના રોજ સાપાવાડા પ્રાથમિક શાળામાં યોજાયો.
જેમાં દીપ પ્રાગટ્યથી શરૂ કરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના સમૂહમાં ગાવામાં આવી ત્યારબાદ પધારેલ મહેમાનોનું સ્વાગત કરી બાળકોને કંકુ ચોખા થી તિલક કરી ચોકલેટ દ્વારા મોઢું મીઠું કરાવી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એક ના વિદ્યાર્થીઓને સુંદર મજાની કીટ અને સ્કૂલ બેગ, પુસ્તકો, નોટ ચોપડા આપી પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારબાદ બાળકોનો વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ પુરસ્કાર સાથે બાળકોનું સન્માન કરવામાં આવ્યું અને એસએમસીના સભ્યો સાથે બેઠક કરી અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હિમાંશુ નિનામા, ઇડર ટી.એચ.ઓ. ડોક્ટર ધ્રુવ પટેલ, નેત્રામલી જૂથ મંત્રી શાંતિલાલ પટેલ, સી.આર.સી રાકેશભાઈ પટેલ,જવાનપુરા સરપંચ હરેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો એસએમસીના સભ્યો તમામ બાળકો વાલી સાથે ઉપસ્થિત રહ્યા.


