અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વણીયાદ કોકાપુર ગામના લોકોએ 200 લીટર દૂધના 400 પાઉચ તૈયાર કરીને મોડાસાના સહયોગ ચાર રસ્તા પર લોકોને નિશુલ્ક વિતરણ કર્યું
અરવલ્લી તેમજ સાબરકાંઠાની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી પશુપાલકોને આપેલ ભાવફેર મામલે પશુપાલકો દૂધ ઢોળીને કે દૂધ મંડળી બંધ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો
ઉગ્ર સ્વરૂપે નહીં પરંતુ શાંતિ ,સકારાત્મક અને જનહિતમાં 200 લીટર દૂધના 400 પાઉચ તૈયાર કરીને મોડાસાના સહયોગ ચારરસ્તા પર લોકોને નિશુલ્ક વિતરણ કરીને સમાજને સંદેશ આપ્યો કે જ્યારે ડેરી અમારા દૂધને યોગ્ય ભાવ આપતી નથી ત્યારે એ દૂધ અમે સમાજને આપીએ તો ઓછું દુઃખ થાય..ત્યારે વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો દ્વારા સાબરડેરીના ભાવફેર વિરુદ્ધ અનોખી રીતથી વિરોધ નોંધાવ્યો હતો અને અચાનક જ લોકોને ફ્રી દૂધ મળતા સહયોગ ચારરસ્તા વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.દૂધના ઓછા ભાવે થતી ખરીદી સામે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ મોડાસાના સહયોગ ચારરસ્તા વિસ્તારમાં દૂધના કુલ 400 પાઉચ લોકોમાં નિશુલ્ક વિતરણ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અને પશુપાલકોને ન્યાય સંગત ભાવ ન મળતા અનેક ગામોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. જો કે, વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ હિંસક કે ઉગ્ર રીત અપનાવ્યા વિના શાંતિપૂર્ણ અને લોકોના હિત માટે મેસેજ આપતો આવકાર્ય વિરોધ રજૂ કર્યો હતો…વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મફત દૂધ વિતરણ કરતા લોકોએ પશુપાલકોના આ અભિગમને પ્રશંસનીય ગણાવીને જનહિતમાં પહેલ કરી હતી.